5.Molecular Basis of Inheritance
medium

લેક ઓપેરોન એટલે શું ? તેની પ્રક્રિયા દર્શાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

લેક ઑપેરોનની માહિતી જેકોબ અને મોનાડ દ્વારા અપાઈ હતી. તેઓએ સૌપ્રથમ પ્રયાંકન નિયંત્રિત તંત્રનો ખ્યાલ આપ્યો.

લેક-ઑપેરોન (લેક-લેક્ટોઝ)માં પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. આને ઑપેરોન કહે છે. આનાં અન્ય ઉદાહરણ ટ્રિપ ઑપેરીન (ટ્રિપ્ટોકેન ઑપેરીન), એરા $(ara)$ ઑપેરોન, હિસ (હિસ્ટીડીન) ઑપેરોન, વેલ (વેલાઇન) ઑપેરોન છે.

લેક ઑપેરોન એક નિયામક જનીન અને ત્રણ બંધારણીય જનીન $(z, y, a,)$થી બને છે.

$(a)$ $i$ જનીન લેક ઑપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. $(b)$ $z$ જનીન ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે. જે લેક્ટોઝના જળવિભાજનથી ગ્લૂકોઝ અને ગેલેક્ટોઝ નિર્માણ કરે છે. $(c)$ $y$ જનીન પર્મિએઝ માટેનું સંકેતન કરે છે જે કોષમાં $\beta$ ગેલેક્ટોસાઈડેઝની પ્રવેશશીલતા વધારે છે, $(d)$ $a$ જનીન ટ્રાન્સએસિટાયલેઝનું સંકેતન કરે છે. આ રીતે લેક ઑપેરોનના ત્રણેય જનીનનાં ઉત્પાદનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક હોય છે.

લેક્ટોઝ, $\beta$ ગેલેક્ટોસાઈડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે જે ઑપેરોનની સક્રિયતાનો આરંભ અને સમાપ્તિનું નિયમન કરે છે, તેને પ્રેરક (inducer) કહેવાય છે.

ગ્લૂક્ટોઝની ગેરહાજરીમાં જો બેક્ટરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે તો પર્મિએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષમાં પ્રવેશે છે.

ઑપેરોનના $i$ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થાય છે. નિગ્રાહક પ્રોટીન ઑપેરોનના ઑપરેટર સ્થાને જોડાઈ $RNA$ પોલિમરેઝને પ્રત્યાંકન કરતાં અટકાવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.